સામગ્રીઃ
દહીવડી માટેઃ
ચણાનો લોટ ૧ કપ,
છાશ પાતળી ૨-૧/૨ થી ૨-૩/૪,
મીઠું પ્રમાણ સર-હળદર
૧/૨ ટીસ્પુન,હિંગ ૧ ચપટી.
વઘાર માટેઃ
તેલ ૧ ટેબલસ્પુન,
રાઈ ૧/૨ ટીસ્પુન,
હીંગ ૧ ચપટી,તલ
૧ ટીસ્પુન,સૂકાં
આખામરચા ૩.
સ્ટફીંગ માટેઃ
કોર્નસ્ટફડ કેપ્સીકમ ઈન ટોમેટો ગ્રેવી,સ્ટફીંગ મુજબ તૈયાર કરવું.
ટોમેટો કેચપ ૧/૪ કપ,
કોથમીર,
કોપરું.
રીતઃ
એક તપેલીમાં દહીવડી માટેની બધી ચીજો ભેગી કરી ગેસ પર મૂકવું.તાપ મધ્યમ રાખવો.તાવેતાથી સતત હલાવવું.બરોબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવું. બે થાળીની પાછળની બાજુ જરા તેલ લગાડવું. વેસનનું મિશ્રણ બન્ને થાળી ઉપર અડધુ-અડધું પાથરવું.ગરમ હોય ત્યારે તાવેતાથી પાથરવું.જરા ઠંડુ પડે પછી હાથથી પાથરવું.અડધા કલાક પછી પાથરેલી દહીવડી ઉપર જરા કેચપ લગાડવો.તેના ઉપર મકાઈનું પૂરણ પાથરવું.થોડી કોથમીર તથા થોડુ કોપરું ભભરાવવા.કિનારીનો થોડો ભાગ ખાલી રાખવો.થાળી ઉઅપર એચ આકારે કાપા પાડવા. પૂરણ-પાથરેલા ભાગ થી શરુ કરી વીટા વાળવા.ચાર વીટા તૈયાર થશે.૧" ના ટૂકડા કાપી ડીશ માં ગોઠવવા.તેલ ગરમ મૂકી,આખાં મરચાં,રાઈ,તલ તથા હિંગ નો વઘાર કરી દહીંવડી પર છાંટવો.કોથમીર,કોપરુ ભભરાવવો.(ક્રમશઃ)
Thursday, September 13, 2007
Friday, July 13, 2007
લસણની સૂકી ચટણી
સામગ્રી:-
1] ¼ કિ.ગ્રા. કાશ્મીરી આખા મરચા
2] 2 સૂકા લસણની કળીઓનો ગાંઠો
3] 1 મોટો ચમચો ધાણા
4] 1 મોટો ચમચો સફેદ તલ
5] 1 નાની ચમચી જીરુ
6] મીઠું સ્વાદાનુસાર
રીત:-
લસણ સિવાયની દરેક સામગ્રી ભેગી કરી વાટી લેવી. લસણની કળીઓ અલગથી સાફ કરી વાટી આગળની વાટેલી સામગ્રી સાથે ભેગું કરી લેવું. સ્વાદાનુસાર મીઠું ભેળવવું. આમ કરવાથી સૂકી લસણની ચટણી બનશે. ખાખરા ઉપર આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

કાળા તલની ચટણી
સામગ્રી:-
1] 100 ગ્રા. કાળા તલ
2] 1 સૂકા લસણની કળીનો ગાંઠો
3] 1 મોટો ચમચો ધાણા
4] 2 નાની ચમચી લાલ મરચાની ભૂકી [ઈચ્છાનુસાર]
5] મીઠું સ્વાદાનુસાર
રીત:-
કાળા તલ અને ધાણાને શેકીને વાટી લો. લસણની કળીઓને સાફ કરી, વાટી ને કાળા તલ અને ધાણા સાથે ભેળવી દો. એમાં સ્વાદાનુસાર મીઠું ભેળવો. આમ કાળા તલની સૂકી ચટણી બનશે. આને પણ ખાખરા સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગશે. શિયાળામાં તલ ઉત્તમ છે.
[વાનગી મોકલનાર:- શ્રીમતી પાર્વતીજી બારે]
Source:
http://shivshiva.wordpress.com

લસણની ભીની ચટણી
સામગ્રી:-
1] ½ સૂકા કોપરાની વાટકી
2] 150 ગ્રામ આખા કાશ્મીરી લાલ મરચા
3] 1 મોટો ચમચો ધાણા
4] 1 મોટો ચમચો શીંગદાણા
5] 1 સૂકા લસણની કળીનો ગાંઠો
6] મીઠું સ્વાદાનુસાર
રીત:-
બધી સામગ્રી ભેગી કરી વાટી લેવી. તાજી તાજી આ ચટણી ખૂબ સ્વાદિષ્ટ લાગશે.

ચોકલેટ બરફી
સામગ્રી:-
1/2 કપ બટર
1 કેન કનડેંસ મિલ્ક
1/2 કેન મિલ્ક પાવડર
1 ચમચી વેનીલા એસેંસ
1 ચમચી ચોકલેટ પાવડર
રીત:-
કાચના વાસણ મા બટર, કંડેન્સ મીલ્ક અને મીલ્ક પવડર ભેગા કરી માયક્રોવેવ અવનમાં 2:30 મિનીટ માટે હાય પાવર પર મૂકવુ. અઢી મીનીટ પછી બહાર કાઢી હલાવી ફરી અઢી મીનીટ માટે માયક્રોવેવમાં મૂકવુ. બહાર કાઢી બે ભાગ કરવા એક ભાગમાં વેનીલા એસેંસ નાખી હલાવી એક મીનીટ માટે અવનમાં મૂકવુ. બહાર કાઢી હલાવી ઘી લગાડેલી થાળી માં પાથરી દેવુ. બીજા ભાગમાં ચોકલેટ પાવડર ભેગો કરી એક મીનીટ માટે અવનમાં મૂકવુ. બહાર કાઢી વેનીલાની ઉપર પાથરી દેવુ. ઠંડુ પડે એટલે ચોસલા પાડી લેવા.
[વાનગી મોકલનાર:- શ્રીમતી અજિતાબેન શાહે]

ચાનો ગરમ મસાલો
1] 100 ગ્રામ – મરી પાઉડર
2] 100 ગ્રામ – સૂંઠ પાઉડર
3] 25 ગ્રામ - લવિંગ પાઉડર
4] 25 ગ્રામ - તજ પાઉડર
5] 30 ગ્રામ - પિપરામૂળ [ગંઠોડા] પાઉડર
6] 25 ગ્રામ - એલચી પાઉડર
7] 05 ગ્રામ – જાયફળ પાઉડર
8] 05 ગ્રામ – જાવંત્રી પાઉડર
આ બધા પાઉડર ભેગાં કરી એક એરટાઈટ બાટલીમાં ભરી લો. અને ચા બનાવતી વખતે થોડો ચાનો મસાલો નાખીને ચાની લિજ્જત મ્હાલો..
[વાનગી મોકલનાર:- સર્વાંગીબેન કડકિઆ]

ચીઝી ડીપ
સામગ્રીઃ-
1] ચીઝ સ્પ્રેડ અથવા ખમણેલું ચીઝ
2] બટર
3] ટોમેટો
રીતઃ-
આ ત્રણે સામગ્રી સરખા પ્રમાણમાં લો અને તેને મિક્સ કરી એક બાટલીમાં ભરી લો.. આને બ્રેડ, પરોઠાં, કટલેટ,ભજીયા કે બટાટાવડા કે રુચી પ્રમાણે ખાવ.
[વાનગી મોકલનાર:- શ્રીમતિ મિલનબેન મહેતા]

Subscribe to:
Posts (Atom)